Surprise Me!

સાવરકુંડલાની સોસાયટીમાં ચોમાસું આવે એટલે સ્કૂલે જતા બાળકો સાથે પાણી ભરેલી ડોલ લઈને જવું પડે છે

2025-06-29 18 Dailymotion

અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલાની બુધવિહાર રહેણાંક સોસાયટીમાં રહેતા બાળકોને શાળાએ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે આ બાળકોને શાળાની બસ સુધી પહોંચવા માટે કિચડવાળા રસ્તા પરથી પસાર થવું પડે છે. આ કારણે તેમની માતાઓ પણ પાણીની ડોલ લઈને તેમની પાછળ પાછળ જાય છે અને બસમાં ચડતા પહેલા પાણીથી તેમના ગંદા જૂતા સાફ કરાવે છે. સ્થાનિકો મુજબ, છેલ્લા 7 વર્ષથી અહીં રોડ ન બનવાના કારણે દર વર્ષે ચોમાસામાં તેમની સોસાયટીથી મુખ્ય રોડ સુધીનો રસ્તો કિચડવાળો થઈ જાય છે. સાત વર્ષથી પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. તેમણે સરકાર અને અધિકારીઓને ફરિયાદ કરી છે પરંતુ હજુ સુધી કંઈ થયું નથી. મ્યુનિસિપલ અધિકારીઓના મતે, ચોમાસા પછી જ રસ્તો બનાવવાનું કામ શરૂ થવાની અપેક્ષા છે.