Surprise Me!

વડોદરામાં ચડ્ડીબંડી ધારી ટોળકીનો ત્રાસ, CCTVમાં દ્રશ્યો કેદ થયો, VIDEO જુઓ

2025-08-23 12 Dailymotion

વડોદરા : ન્યુ માંજલપુર વડસર વિસ્તારમાં આવેલ મેપલ વિલા સોસાયટીમાં ચડ્ડીબંડીધારી ટોળકી ત્રાટકવાનો બનાવ સામે આવ્યો છે. મોંઢે બુકાની બાંધીને આવેલા 3 થી 4 શખ્સો સોસાયટીના બંગલાની આજુબાજુ શંકાસ્પદ રીતે ફરતા હોવાનું CCTV કેમેરામાં સ્પષ્ટ દ્શ્યો કેદ થયા છે.

ચડ્ડીબંડીધારી ગેંગ : ઘટનામાં લૂંટારાઓએ એક બંગલાની બારીના સળિયા તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અવાજ થતા સોસાયટીના રહીશો જાગી જતા ટોળકી ખાલીહાથે જ પરત ફરી હતી. આ બનાવ બાદ રહીશો વચ્ચે ભય અને અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ છે. આ પહેલાં પણ 2 દિવસ અગાઉ વડોદરાના છાણી-સમા કેનાલ પાસેની એક સોસાયટીમાં ચડ્ડીબંડી ધારી ટોળકી ત્રાટકવાની ઘટના બની હતી. શહેરના છેવાડાના તથા ઓછી અવરજવર વાળા વિસ્તારોમાં આ પ્રકારના બનાવો વારંવાર બનતા હોવાને કારણે લોકોમાં ચિંતાનો માહોલ છે.

સોસાયટીના રહીશોએ જણાવ્યું કે, "આ વિસ્તારમાં પોલીસનું નાઇટ પેટ્રોલિંગ વધારવું જરૂરી છે, નહીંતર આવા બનાવો ફરી ફરી બનતા રહેશે." વડોદરા શહેરમાં લૂંટારું ટોળકીઓની હરકતોને લઈ પોલીસની પડકારજનક પરીક્ષા બની રહી છે.